ગાંધીનગર

કુડાસણ ખાતે સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન

આગામી ૨૧મી જાન્યુઆરી, રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત, ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. પ્રસ્તુત તથા ટ્રીક ટુ ક્રિએટ અને દેવેમ એબેકસ ના સહયોગથી સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં અલગ-અલગ રમતોમાં જેમકે… બ્રોડ જંમ્પ, લીંબુ ચમચી, થ્રોઇંગ બોલ અને જલેબી રેસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. સ્પર્ધામાં ૫ થી ૨૫ વર્ષ સુધીના ઉંમરના લોકો ભાગ લઇ શકશે. ભાગ લેનાર દરેક સહભાગીઓને આયોજક દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.

સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. ફક્ત ૩૦ સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી નામ નોંધાવી લેવું તેમ આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x