રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના હસ્તે મુંબઈમાં અટલ સેતુનું ઉદ્ઘાટન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. આ બ્રિજ દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ છે. જેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રનાં CM એકનાથ શિંદે પણ હાજર રહ્યાં હતાં.

મુંબઈમાં ટ્રાંસહાર્બર લિંકનું નામ હવે ‘અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ’ રાખવામાં આવ્યું છે. PM મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું. અટલ સેતુનાં નિર્માણમાં 17840 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પુલ આશરે 21.8 કિમી લાંબો છે અને 6 લેનવાળો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x