રમતગમતરાષ્ટ્રીય

રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150 મેચ રમનાર દુનિયાનો એકમાત્ર અને ઇતિહાસનો પહેલો ખેલાડી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150મી મેચ રમનાર દુનિયાનો એકમાત્ર અને ઇતિહાસમાં પહેલો ખેલાડી બની ગયો છે. શર્માએ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરીઝના બીજા મુકાબલામાં જેવો જ ટોસ માટે મેદાનમાં આવ્યો કે તે 150મી ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડી બની ગયો હતો.

અત્યાર સુધીમાં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી 140થી વધુ મેચ નથી રમી શક્યો. આ યાદીમાં બીજા નંબરે આયરલેન્ડનો પોલ સ્ટર્લિંગ છે, તેણે પોતાના દેશ તરફથી 134 મુકાબલા રમ્યા છે.

વનડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો વિશ્વ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે અને હવે ટી20 ઈન્ટરનેશનલમાં આ રેકોર્ડ વધુ એક ભારતીય ખેલાડીએ પોતાના નામે કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *