વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના કારણે રાજ્યમાં ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં કરાયો ફેરફાર
ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં PMના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના કારણે શાળાની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે. તેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. જેમાં 29ના બદલે 30 જાન્યુઆરીથી શરૂ થશે.
પરીક્ષા 7ના બદલે 8 ફોબ્રુઆરીએ પૂર્ણ થશે. વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.9થી 12ની શાળાકીય પરીક્ષાઓના કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો છે. ધોરણ. 9થી 12ની શાળાકીય પરીક્ષા 29મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ આજ દિવસે પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જેથી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શાળાકીય પરીક્ષાઓ હવે 29 જાન્યુઆરીના બદલે તા.30 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 7 ફોબ્રુઆરીના બદલે 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.