ahemdabadગુજરાત

વન નેશન, વન ચલાન અભિયાન શરૂ: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક નિયમનો ભંગ પડશે મોંઘો

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં વન નેશન, વન ચલાન અભિયાનની શરૂઆત કરાઇ છે. જેમાં 90 દિવસમાં દંડ નહીં ભરે તો ટ્રાફિક કોર્ટમાં હાજર રહેવું પડશે. મોબાઈલ એપ્લિકેશનથી ફોટો પાડી પોલીસ દંડ વસૂલ કરશે. ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે તો તેમને મેમો તેમના મોબાઈલ પર પહોંચશે.

હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. મોબાઈલ એપ્લિકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા.

જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે. અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x