ગુજરાત

જાણો ભાજપના કયા ધારાસભ્યએ મહિલાને લાતો મારી.

અમદાવાદ:

ભાજપના નરોડાના ધારાસભ્યનો એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો છે. જેમાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના માણસો એક મહિલાને ગડદા-પાટુનો માર મારતો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

સોશયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, તેમાં ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના સમર્થકો એક મહિલાને જાહેર માર્ગ પર માર મારતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, થાવાણી મહિલાને લાત મારતા પણ જોવા મળી રહ્યા છે. આ ઘટનાને પગલે ભાજપના ધારાસભ્યની ભારે બદનામી થઈ છે અને લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ ઘટના અંગે થાવાણીએ કહ્યું કે, વિસ્તારમાં પાણીની સમસ્યા મામલે બહેનો રજૂઆત કરવા આવી હતી એ દરમિયાન આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે, ‘હું સવારે સાત વાગ્યે ઓફિસના પગથિયાં ચડતો જ હતો કે આ મહિલા પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવી હતી. અન્ય કેટલાક લોકોએ પહેલા મારી પર હુમલો કર્યો હતો. એ પછી મને ગુસ્સો આવ્યો હતો અને આ બની ગયું હતું.’ તેમણે કહ્યું કે, હું આ અંગે માફી માગવા તૈયાર છું. જોકે, તેમણે લેખિતમાં માફી માગવાની ના પાડી હતી.

થાવાણીએ કહ્યું કે, તેમની પાસે બીજો એક વીડિયો પણ છે, જેમાં તેમના પર હુમલો થયો હોવાનું દેખાય છે. તેમણે કહ્યું કે, ‘હું ધારાસભ્ય છું. મારે મારો બચાવ કરવાનો હોય કે નહીં. મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માફી માગવા તૈયાર છું. એમાં કોઈ ઈશ્યૂ નથી.’ જોકે, તેઓએ લેખિતમાં માફી માગવાનો સતત ઈનકાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પોતાના પર હુમલા અંગે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે.

થાવાણીએ કહ્યું કે, મહિલા ટોળા સાથે પાણીની રજૂઆત કરવા આવી હતી અને તેમણે આજે રવિવાર હોવાથી પછી આવવા કહ્યું તો બધા ‘થાવાણી હાય હાય’ના નારા લગાવવા લાગ્યા, જેથી વાતાવરણ ઉગ્ર બની ગયું. થાવાણીના કહેવા મુજબ, નારા સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તેમણે મારા પર હુમલો કર્યો અને તે પછી આ ઘટના બની છે.

ધારાસભ્યએ પોતાના બચાવમાં કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે, આજે રવિવાર છે, સાત વાગ્યા છે, કાલે આવો… આખી એએમસીની ટીમ બોલાવીએ… પણ, એ લોકો પ્રી-પ્લાન કરીને આવ્યા હતા. એ એ મહિલાનો મૂળ વ્યવસાય વ્યાજનો છે. એ મર્ડરમાં અંદર (જેલમાં) જઈ આવી છે. મેં આટલા વર્ષોમાં કોઈને બેઈજ્જત નથી કર્યા. મારી ભૂલ થઈ છે, એ મહિલા સામે આવશે તો માફી પણ માગીશ.’

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ધારાસભ્ય બલરામ થાવાણીના ભાઈ કિશોર થાવાણી કે જે નરોડાના કોર્પોરેટર છે, તેમનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કિશાર થાવાણી એક યુવકને માર મારતા જોવા મળી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x