ગુજરાતરાષ્ટ્રીય

કોંગ્રેસ ધારાસભ્ય BJPમાં જોડાવા માંગતા હોય તો જાણ કરે, વાજતે ગાજતે વળાવવામાં આવશે: પરેશ ધાનાણી

અમદાવાદ:

જો ગુજરાત કોંગ્રેસનો કોઇ ઘારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માંગતો હોય તો તે કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે કોંગ્રેસનુ નેતૃત્વ તેને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે વળાવવામાં આવશે. આ નિવેદન ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી છે.
આજે મળેલી ધારાસભ્યોની બેઠક અંગે પરેશ ધાનાણીએ કહ્યુ કે, સંકલન અંગે બેઠક મળી હતી. કોંગ્રેસ જનતાના જનાદેશનો સ્વીકાર કરે છે. જનતાના જનાદેશ અંગે ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે અને ધારાસભ્યોને સાંભળવામાં આવ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતના પ્રશ્નો પડતર છે. આર્થિક મંદી, ખેતી, બેરોજગારીના પ્રશ્નો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ વધુ અસરકારક કરશે. સરકાર લોકોને સાંભળવામાં નિષ્ફળ નીવડી. આંદોલનના અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો. સરકાર બહુમતીના જોરે વિપક્ષને દબાવે છે પણ કોંગ્રેસ વિધાનસભામાં રણછોડ નહીં બને.

તેમણે કહ્યું કે, જુલાઈમાં નવા વર્ષનું બજેટ રજૂ થશે. ધારદાર પ્રશ્નો વિધાનસભામાં દાખલ કરવા આજે ચર્ચા કરી. સમસ્યા તરફ લોકો અને સરકારનું ધ્યાન કેન્દ્રિત થાય, કોઈ ધારાસભ્ય લાલચ કે સત્તામાં ભાગીદાર થવા ઈચ્છે તો જઈ શકે છે. ધારાસભ્ય ભાજપમાં જવા માંગે તો કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે. કોંગ્રેસ નેતૃત્વ બેન્ડવાજા સાથે તેને મોકલશે. બે ધારાસભ્યો મંજૂરી લીધા વિના ગેરહાજર રહ્યા છે. ટૂંકી નોટિસમાં 55 ધારાસભ્યો હાજર રહ્યા. જે ધારાસભ્યો પક્ષની શિસ્તનું અનાદર કરી રહ્યાં હશે તેમને કોંગ્રેસ બહારનો રસ્તો બતાવશે. ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ છે.
અત્રે જણાવવાનું કે ગુજરાત કોંગ્રેસની આજે કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચે તેવો ઠરાવ કરવામાં આવ્યો.

ગુજરાતની લોકસભાની 26 બેઠકો બીજી વાર હાર્યા બાદ મળેલી પ્રથમ કારોબારીમાં હારના કારણો અંગે ચર્ચા થઈ હતી. પક્ષના હોદ્દેદારો અને ટોચના નેતાઓએ હાર તો સ્વીકારી, પણ હારની ના સ્વીકારી શક્યા અને અંતે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડ્યું અને તે અંગે સંશોધન કરવાની બેઠકમાં ચર્ચા થઈ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, કોંગ્રેસ લોકો પાસે જવાનું ભૂલી ગઈ છે.

આ કારોબારીની બેઠકમાં કુલ પાંચ ઠરાવો પસાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધી એઆઇસીસીના અધ્યક્ષ તરીકે યથાવત રહે અને કાર્યકરોએ માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ બેઠકમાં પસાર કરાયો. આજની કારોબારીમાં સુરતની ઘટનામાં જીવ ગુમાવનારા બાળકો માટે શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી. સુરતમાં જે ઘટના ઘટી તેવી ઘટના રાજ્યના અન્ય જગ્યાએ ન બંને તે માટે કોગ્રેસ જનતા રેડ કરશે અને આંદોલનાત્મક ક્રાર્યક્રમ આપશે તેવો ઠરાવ પસાર કરાયો. સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ સરદાર પટેલ મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના માર્ગે સંઘર્ષ ચાલું રાખશેનો પણ ઠરાવ પસાર કરાયો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x