થાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 23 લોકોના મોત
થાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે.
ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી હતી. જેમાં જાણ થઈ કે નવેમ્બર 2022માં પણ આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
જ્યારે ઓગસ્ટ 2023 માં પણ, નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.