ગાંધીનગરગુજરાત

24 જાન્યુઆરીએ વિધાનસભાની સંપૂર્ણ કામગીરી બાલિકાઓ સંભાળશે

24 જાન્યુઆરી 2024 બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે અનોખી ઊજવણી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની અંદર બાલિકાઓ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવશે અને તમામ સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવશે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંયુક્તપણે આ આયોજન કરવામાં આવ્યું છે. અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીએ કહ્યું કે-  24 જાન્યુઆરીનાં રોજ બાલિકા દિવસની ઊજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુજરાત વિધાનસભામાં ગૃહની અંદર જે રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તેવી કાર્યવાહી બાલિકાઓ દ્વારા કરવામાં આવે અને સંચાલન પણ બાલિકાઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x