ગૂજરાત વિદ્યાપીઠ ની રાષ્ટ્રીય સેવા યોજના શિબિર જાખોરાં આયોજન
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વિભાગ, ઉદ્ઘાટન કાર્યક્રમ ગામ જાખોરા તા.ગાંધીનગર ખાતે યોજાયો. તેમાં મુખ્ય મહેમાન – શ્રી લલિત નારાયણસિંહ સાંધુ IAS, ડિરેકટર, હેન્ડલૂમ એન્ડ હેંડી ક્રાપ્ટ વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગર, કાર્યક્રમ અઘ્યક્ષ – ડૉ.કનૈયાલાલ નાયક, ડીન અને અઘ્યક્ષ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, સરપંચ શ્રી જાખોરા ગ્રામ પંચાયત, શ્રી રાજેશભાઈ પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા જાખોરા તથા ગ્રામજનો, ડૉ.વિક્રમ સિંહ અમરાવત- શિબિર સંચાલક, ડૉ .મોતી દેવું અને ડૉ.હસમુખ પંચાલ – પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ સ્વયં સેવકો દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો. સાત દિવસ સુધી રાષ્ટ્રીય સેવા યોજના શિબિર માં વિકસિત ભારત 2047 વિષય પર વિદ્યાર્થીઓ ગામ માં રહી ગ્રામ્ય સંસ્કૃતિ વિશે જાણે, સમજે અને સ્વચ્છતા, વ્યસન મુક્તિ વગેરે જેવા લોક જાગૃતિ માટેની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.