માતા પિતા ની માત્ર જરૂરિયાત જ નહિ પરંતુ તેના શોખ પણ આપણે પૂરા કરવા જોઈએ : રેહાના દીવાન
આજની પેઢીમાં જો કોઈ પરિવાર પૂરતો સીમિત ઉત્સવ કે તહેવાર હોય તો એ છે જન્મ દિવસની ઉજવણી. આજની દરેક વ્યક્તિ પોતાનો, પોતાની વાઈફનો અને બાળકોનો જન્મ દિવસ ઉજવે છે. પરંતુ એ ક્યાંક ભૂલી જાય છે કે આપણાં માં બાપ એ એમના જીવનમાં ક્યારેય જન્મ દિવસ ઉજવ્યો નથી. ઉજવવાની કલ્પના પણ કરી નથી. અરે કદાચ તેઓને યાદ પણ નહીં રહેતું હોય કે જન્મ દિવસ ક્યારે આવીને નીકળી ગયો એ માં બાપ નાનપણથી આપણો જન્મ દિવસ ઊજવતાં આવેલ હોય છે. અને તેથી ખરેખર આપણે સૌ પ્રથમ આપણાં પહેલા આપણાં માતાપિતાનો જન્મ દિવસ ઉજવવો જોઈએ. અને આ વાતને જ ધ્યાને રાખીને આજે અમારા પિતાજી શ્રી.હુસેનભાઈ દીવાનનો જન્મ દિવસ ઉજવવાનું અમે નક્કી કરેલ છે.
મારા પિતા હુસેનભાઈ દીવાન જેમનો જન્મ અમદાવાદમાં થયેલ છે. એમના કુટુંબમાં એક ભાઈ અને છ બહેનો છે. તેઓ 9 વર્ષના હતા ત્યારે એમના ફાધર એટલે કે મારા દાદાજીનું અવસાન થયું. એટલે ખૂબ નાની વયમાં જ એમના ઉપર ઘણી મોટી જવાબદારીઓ આવી પડેલ હતી. જે સમયમાં લોકોમાં ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળતું હતું એ સમયે એમને ખૂબ મહેનત કરીને મેટ્રિક જેટલો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓનું શિક્ષણ અમદાવાદની અનુજમ શાળામાં થયું.
લગ્ન બાદ એમના પરિવારમાં કુલ ચાર સભ્યો એમના પત્ની એટલે કે મારી મમ્મી સકિનાબેન દીવાન, હું રહેના દીવાન અને મારો ભાઈ મુજજફર દીવાન. હુસેન ભાઈ એટલે કે મારા પિતાએ અમને અમારું ભવિષ્ય સારું થાય જીવનમાં અમે ખૂબ આગળ વધીએ એ માટે કાયમ ધ્યાન આપ્યું છે. ખૂબ મહેનત કરી છે. તેઓ કાયમ અમારા માટે પ્રોત્સાહક થઈને ઊભા રહ્યા છે. અને અમારા નિર્ણયોને આવકાર આપીને સદૈવ કોઈ પણ પરિસ્થિતિમાં અમારી પડખે ઊભા રહ્યા છે. આજે હું છેલ્લા કેટલાય વર્ષોથી ગાંધીનગરમાં પોતાની આઈ ટી કંપની ચલાવી રહી છું. કેટલાય વિધ્યાર્થીઓને ટ્રેનીગ આપી રહી છું. અને જીવનમાં ખૂબ જ સફળ છું. એક મહિલા તરીકે અને ખાસ કરીને મુસ્લિમ મહિલા તરીકે કામ કરતાં કરતાં મહેનત કરીને આગળ વધવું એ ખૂબ જ અઘરું છે. અને આજે હું ગર્વથી કહી શકું છું. મારા પિતા એ મને જીવનમાં જે સપોર્ટ કરેલ છે. મારા નિર્ણયોને મહત્વ આપીને આગળ વધવા માટેની જે ફ્રીડમ આપેલ છે. એમના લીધે જ હું આ મુકામ ઉપર પહોંચી શકી છું.
આજથી 25 વર્ષ પહેલાની વાત કરીએ તો એક દીકરીના પિતા માટે દીકરી એ બોજ કહેવાતી. સામાજિક રીતે દીકરીના પિતા ઉપર સમાજનો ખૂબ જ દબાવ રહેતો અને એવા સંજોગોમાં પણ મારા પિતા એ મને સાથ આપ્યો અને મારા લગ્ન ન કરવાના નિર્ણયને સ્વીકાર્યો એ સપોર્ટ મારા માટે જીવનનો ખૂબ જ મહત્વનો નિર્ણય હતો અને મહત્વનું પીઠબળ હતું. જીવનના પ્રત્યેક ક્ષણે મારી પડખે ઊભા મારા પિતાનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં.
ફરી એક વખત જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પપ્પા તમને વંદન વારંવાર…
લી. રેહાના હુસેનભાઈ દીવાન,
Desire Infotech – Owner & Founder
www.desireinfotech.biz