ahemdabadગુજરાત

મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા દેવા હાઇકોર્ટનો હુકમ

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં અરજદારના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે, વર્ષ 2008માં રાજ્ય સરકારે અગરિયાઓને મીઠા પોથી આપી હતી. ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે.

અગરિયાને 10 એકરની જમીન હદ સુધીમાં મીઠું પકવવાની પરવાનગી અપાય છે. તેનો સમય સપ્ટેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધીનો હોય છે. વરસાદ પડતાં પાણી ભરાતા તેમાંથી મીઠું પકવવામાં આવે છે. ચોમાસા દરમિયાન અગરિયા આ વિસ્તારમાં હોતા નથી અને પોતાના ગામ ચાલ્યા જાય છે, પરંતુ સાંતલપુરના 735 અગરિયાઓ પાસે મીઠા પોથી હોવા છતાં તેમને મીઠું પકવવા કચ્છના નાના રણમાં પ્રવેશ અપાતો નથી.

આ ભેદભાવ છે. જો કોઈ કારણસર તેમને જવા ન દેવાયા હોય તો તેને કોર્ટ સમક્ષ મૂકવું જોઈએ. સુનાવણી બાદ હાઈકોર્ટે સાંતલપુરના મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા દેવાનો હુકમ કરીને આ કેસની વધુ સુનવણી 29 જાન્યુઆરીએ નક્કી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x