આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ચીનમાં ભૂકંપ, દિલ્હી NCRમાં અનુભવાયા આંચકા

ચીનમાં સોમવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા દિલ્હી-NCRમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપના આ આંચકા એટલા જોરદાર હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. ચીનની એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે ચીનના પશ્ચિમી શિનજિયાંગ ક્ષેત્રના દૂરના ભાગમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર સવારે 2 વાગ્યા પછી અક્સુ પ્રાંતના વુશુ કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ બાદ અનેક વખત આફ્ટરશોક્સ અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 સુધી માપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x