ઇસ્કોન બ્રિજ કેસ: તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી
ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર બેફામ હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે સાબરમતી જેલ સત્તાવાળાને નિર્દેશ આપ્યો છે કે, તથ્ય પટેલને છાતીના બિમારીના સારવાર માટે યુ.એન.મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવીને દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તપાસનીશ અધિકારીની એફિડેવિટ રજૂ કરીને કોર્ટને જણાવ્યું હતું કે, સાબરમતી જેલમાં સારવાર આપવામાં આવી હતી. યુ.એન. મહેતા હોસ્પિટલ આધુનિક સુવિધાથી સારવાર આપવા માટે સક્ષમ છે. જેથી આરોપીની ટેમ્પરરી જામીન મેળવવા માટે અરજી ફગાવવી જોઈએ, ત્યારબાદ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી છે.