ગુજરાત

ગુજરાતના કુલ 17 સુરક્ષા અધિકારી-જવાનોને વિશિષ્ટ સેવા બદલ સન્માન મળશે

દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા વીરતા પુરસ્કારો તથા સેવા મેડલોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં 1132 સુરક્ષા જવાનોને અસામાન્ય કામગીરી બદલ સન્માન આપવામાં આવશે તેમાં ગુજરાતના પાંચ આઇપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા છે. ગુજરાતના કુલ 17 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મેડલ જાહેર કરાયા છે. ગુજરાતના પાંચ આઇપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે. તેમાં અમદાવાદના રેન્જ આઇજી પ્રેમવીરસિંઘ, અમદાવાદના એડીશ્નલ કમીશ્નર (ટ્રાફિક) નરેન્દ્ર ચૌધરી બીએસએફના ડીઆઇજી મનીંદર પવાર તથા સીબીઆઇમાં ડેપ્યુટેશનમાંથી પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા અને એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઇપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પણ પ્રેસીડન્ટ એવોર્ડ જાહેર કરાયો છે.

આ સિવાય ગુજરાતના અન્ય સુરક્ષા અધિકારીો-કર્મચારીઓને જાહેર થયેલા વીરતા પુરસ્કાર સેવા મેડલમાં આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ કિરીટકુમાર ચૌધરી, ભમરાજી જાટ, ભગીરથસિંહ ગોહિલ, એએસઆઇ જીલુભાઇ દેસાઇ, જયેશ પટેલ, દિલીપસિંહ ઠાકોર, અલ્તાફ પઠાણ, હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયા, અભેસિંહ રાઠવા, પીએસઆઇ કમલેશ ચાવડા, યોગેન્દ્રસિંહ ચાવડા, ઓએસઆઇ શૈલેષ દુબે તથા પીએસઆઇ શૈલેષ પટેલને મેડલની જાહેરાત કરવામાં આવી છે.સમગ્ર દેશમાં 1132 સુરક્ષા કર્મચારીઓને વિશિષ્ઠ સેવા-વીરતા માટે પુરસ્કાર આપવામાં આવશે તેમાં ફાયરસર્વિસ, પોલીસ, સીવીલ ડીફેન્સ, ગેમગાર્ડ તથા કરેકશન સર્વિસના જવાનો સામેલ છે. 277 શૌય4 ચંદ્રકોમાંથી સૌથી વધુ 72 કાશ્મીરના જવાનો છે. આ સિવાય મહારાષ્ટ્રના 18, છત્તીસગઢના 26, ઝારખંડના 23, ઓડિશ

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x