મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે: અમદાવાદ DEO
વડોદરા બોટ દુર્ઘટના ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્સનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઉપરાંત રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા ખાસ સૂચના આપી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 18 લોકો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે. તેમજ શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બાબતે જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે. તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે. તેમજ પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે. પણ જે પ્રવાસ ખેડવામાં આવે છે. તેમાં શું શરતો છે.