પરિક્ષા પે ચર્ચાનો આજે 7મો કાર્યક્રમ: વિદ્યાર્થીઓને PM મોદી આપશે સ્ટ્રેસ દૂર કરવાનો મંત્ર
PM મોદીએ પરીક્ષાઓને મનોરંજક અને તણાવમુક્ત બનાવવા સંબંધિત અગાઉની PPC ઈવેન્ટ્સના વિષયો અને પ્રેક્ટિકલ ટિપ્સ પણ શેર કરી હતી. પરિક્ષા પે ચર્ચાની આ 7મો કાર્યક્રમ છે. આ ચર્ચામાં 3 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. PM મોદીએ ટ્વીટ કર્યું, “હું પરીક્ષાના તણાવને દૂર કરવાના માર્ગો પર સામૂહિક રીતે વ્યૂહરચના બનાવવા માટે પરીક્ષા યોદ્ધાઓનો સૌથી યાદગાર મેળાવડો ‘પરીક્ષા પે ચર્ચા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.” ચાલો પરીક્ષા-સંબંધિત નિરાશાઓને તકોની બારીમાં ફેરવીએ…’