ફિલ્મફેર એવોર્ડ: ગિફ્ટ સિટી ખાતે આવેલી બોલીવુડ હસ્તીઓ સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલા બોલીવુડના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ઇવેન્ટ પૂર્વે સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢીયા, પ્રવાસન અગ્રસચિવ હારિત શુક્લા, TCGLના એમ.ડી. સૌરભ પારધી અને બોલીવુડ હસ્તીઓ હાજર રહી હતી.