આંતરરાષ્ટ્રીય

જર્મનીમાં કર્મચારીઓ સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ કરશે

ભારતમાં નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ લોકોને સપ્તાહમાં 70 કલાક કામ કરવાની સલાહ આપે છે ત્યારે જર્મનીમાં દર અઠવાડિયે ઓછું કામ કરવાનો પ્રયોગ શરૂ થવાનો છે. જર્મની સપ્તાહમાં પાંચ દિવસના બદલે માત્ર ચાર દિવસ કામ કરવાના નિયમો ઘડી રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીથી આ પ્રયોગ શરૂ થશે અને શરૂઆતમાં છ મહિના સુધી આવું કરવામાં આવશે. જો કંપનીઓ અને કર્મચારીઓને માફક આવશે અને ઉત્પાદકતા જળવાઈ રહેશે તો જર્મની સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરવાનો નિયમ લાગુ કરશે. જર્મનીમાં અત્યારે અર્થતંત્ર મંદીનો સામનો કરે છે ત્યારે આવો પ્રયોગ કરવો વિચિત્ર લાગે છે. અહીં પહેલેથી સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનો નિયમ છે જેની જગ્યાએ ચાર દિવસનું કામ શરૂ કરવામાં આવશે. કંપનીઓ એક દિવસની વધારાની રજા સામે કર્મચારીઓને પૂરે પૂરો પગાર આપશે. તેથી મહિનામાં ચાર દિવસનો પગાર કપાઈ જવાની કોઈ બીક નથી. જર્મનીના કામદાર યુનિયનોનું કહેવું છે કે કર્મચારીઓ સપ્તાહમાં ઓછા કલાક કામ કરશે તો તેનાથી ઉત્પાદકતા ઘટશે નહીં પણ ઉલ્ટાની વધશે. આ ઉપરાંત કર્મચારીઓ વધુ તંદુરસ્ત અને સુખી રહેશે તેવું પણ કહેવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *