જાણો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક
ફેબ્રુઆરી મહિનો આ અઠવાડિયે ગુરુવારથી શરૂ થશે. આગામી મહિનામાં સરસ્વતી પૂજા, બસંત પંચમી, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. અમુક રજાઓ ચોક્કસ રાજ્યો માટે હોય છે. આથી જે તે રાજ્યોમાં સ્થાનિક મહત્વને ધ્યાનમાં રાખીને, બેંકો બંધ રહેશે. જો તમે આવતા મહિના માટે બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામ મુલતવી રાખ્યું છે.
4 ફેબ્રુઆરી : મહિનાનો પ્રથમ રવિવાર
10 ફેબ્રુઆરી : મહિનાનો બીજો શનિવાર અને લોલપ જેમાં ગંગટોક બંધ રહેશે.
11 ફેબ્રુઆરી : મહિનો બીજો રવિવાર
14 ફેબ્રુઆરી : વસંત પંચમી/સરસ્વતી પૂજાને કારણે આ દિવસે અગરતલા, ભુવનેશ્વર, કલકત્તામાં બેંકો બંધ રહેશે.
15 ફેબ્રુઆરી : લુઇ-નગાઇ-નીના અવસર પર આ દિવસે ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
18 ફેબ્રુઆરી : મહિનાનો ત્રીજો રવિવાર
19 ફેબ્રુઆરી : છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના કારણે બેલાપુર, મુંબઈ, નાગપુરમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
20 ફેબ્રુઆરી : રાજ્ય દિવસના કારણે, આ દિવસે આઇઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
24 ફેબ્રુઆરી : મહિનાનો બીજો શનિવાર
25 ફેબ્રુઆરી : મહિનાનો રવિવાર
26 ફેબ્રુઆરી : ન્યોકુમ નિમિત્તે ઇટાનગરમાં બેંકો બંધ રહેશે