ગાંધીનગરગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સહિત 17 કેડરની ભરતીની જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ

સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે.

મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x