રાષ્ટ્રીય

ફાસ્ટેગ માટે KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારાઈ

ફાસ્ટેગને લઈને મોટી ખબર સામે આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ અપડેટ કરવાની તારીખને આગળ વધારી છે. NHAIએ ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે એક મહિનાનો સમય વધારે આપ્યો છે. પહેલા KYC કમ્પલેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી હવી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું KYC કરી શકાશે. આ પહેલા 15 જાન્યુઆરીએ NHAIએ કહ્યું હતું કે બેંક અધુરા કેવાઈસી વાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી 2024 બાદ નિષ્ક્રિય કરી દેશે. NHAIએ કહ્યું, ફાસ્ટેગ યુઝર્સ! એક વાહન- એક ફાસ્ટેગ પહેલને લાગુ કરવા અને પોતાના ફાસ્ટેગ માટે KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી દીધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x