રાષ્ટ્રીયવેપાર

બજેટ 2024 લાઈવ: 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા

નાણામંત્રી નિર્મલા સીતારામનને બજેટ રજૂ કરવા માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે અને આ સાથે નિર્ણાયક કાર્ય પણ બજેટની રજૂઆત પહેલાં પૂર્ણ થયું છે. હવે નાણાં પ્રધાન સંસદ કેમ્પસમાં સ્થિત ગૃહમાં બજેટ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારામણને મોં મીઠું કરાવ્યું હતું. બજેટ ભાષણની શરૂઆતમાં, નાણાં પ્રધાને, કેન્દ્ર સરકારના લક્ષ્‍યોનો ઉલ્લેખ કરતી વખતે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વસ’ સાથે મોદી સરકારની દ્રષ્ટિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ પરિવર્તનનાં છે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી આગળ વધી છે. વધુમાં કહ્યું કે, સરકાર માટે સમાજ કલ્યાણ જ શાસનનું મોડેલ છે. અમે ભાઇ-ભત્રીજાવાદ ખતમ કર્યો અને 25 કરોડ લોકોને ગરીબી માંથી બહાર કાઢ્યા છે. પીએમના નેતૃત્વમાં દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. વિકાસમાં બધાની ભાગીદારી અમારું લક્ષ્‍ય છે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે,ચાર કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x