બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો
ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર પહોંચ્યા છે. આજે નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરે તે પહેલા કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર દેખાવ કર્યો છે. કોંગ્રેસના 15 પૈકીના 13 ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવી રહ્યો છે. બજેટ પહેલા બેનરો લગાવીને કોંગ્રેસી નેતાઓ વિરોધ માટે વિધાનસભાની બહાર પહોંચ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, ‘રાજ્ય સરકારનું બજેટ 450 રૂપિયે સિલિન્ડર માંગે છે. રાજસ્થાનમાં 450 રૂપિયા હોય તો ગુજરાતમાં કેમ નહીં.’ આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.