આ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, ગરીબ-મહિલા-ખેડૂતોને પ્રાધાન્ય: નાણામંત્રી દેસાઈ
આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ થોડીવારમાં જ બજેટ રજૂ કરશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વખતનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. તે ઉપરાંત આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો હોય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં ત્રીજી વખત બજેટ રજૂ કરશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભામાં બજેટ રજૂ કરતા પૂર્વે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત 2047નું આહવાન છે ત્યારે ગુજરાત સરકારે રોડ મેપ રજૂ કર્યો છે. ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતા માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. આ ઉપરાતં નાણામંત્રીએ જણાવ્યું હતું કે દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ છે.