ગુજરાત બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત
ગુજરાત રાજ્યના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં એવી છે.. 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી. તેમજ અનેક અન્ય યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમાં શિક્ષણ હોય કે મહિલા સુરક્ષા તેમજ જન રક્ષણ સહિતા ક્ષેત્રોમાં લાભ થાય તેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.