ફૂટ ઓવરબ્રિજની સાથે ફલાવરપાર્કની અત્યાર સુધીમાં 44 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
પતંગ પ્રેરીત ડિઝાઈનથી રુપિયા 74 કરોડના ખર્ચથી સરદાર અને એલિસબ્રિજ વચ્ચે અટલ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે.આ ફૂટ ઓવરબ્રિજની સાથે ફલાવરપાર્કની અત્યાર સુધીમાં 44 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. સાબરમતી રિવરફ્રન્ટને રુપિયા 13.44 કરોડથી વધુની આવક થઈ છે.અટલ ફૂટ ઓવરબ્રિજની પાસે ફલાવર પાર્ક આવેલો હોવાથી સાબરમતી રિવરફ્રન્ટ તંત્ર તરફથી મુલાકાતીઓની સંખ્યા વધે અને સાથે આવકમાં પણ વધારો થાય એ માટે કોમ્બો ટિકીટ શરુ કરવામાં આવી છે. માત્ર અટલફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માંગતા મુલાકાતીએ રુપિયા 30 તથા માત્ર ફલાવરપાર્કની મુલાકાત લેવા માંગતા મુલાકાતીએ રુપિયા 20ની ટિકીટ લેવી પડતી હોય છે. તંત્રે અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવરપાર્ક બંનેની એકસાથે મુલાકાત લેવા માંગતા મુલાકાતીઓ માટે કોમ્બો ટિકીટ રુપિયા 40ની શરુ કરી તો આ કોમ્બો ટિકીટના પ્રયોગને પણ સફળતા મળી રહી છે.