IMDનો વેધર રિપોર્ટ: ઉત્તર ભારતમાં ઠંડીની વાપસી, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
હાલ છેલ્લા 2 દિવસથી દેશના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની સંભાવના છે. વરસાદની સાથે ઠંડીની પણ વાપસી થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ન્યૂનત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. IMD દ્વારા ભારે ધુમ્મસ અને વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર, આજે પંજાબ અને રાજસ્થાનમાં ભારે ધુમમ્સની અસર જોવા મળી શકે છે. આ સાથે જ મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ સંભાવના છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢમાં ધુમ્મસ છવાયેલ રહેશે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં વરસાદની સંભાવના છે.