કોવીડ રસીની આડ અસરથી યુવાનોમાં હાર્ટ એટેકની વાત પાયા વિહોણીઃ આરોગ્ય મંત્રી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે.