સોમવારથી કુડાસણમાં નિઃશુલ્ક “હેપ્પી હેલ્ધી વેલ્ધી” યોગ સેમિનારનો પ્રારંભ
આજે તા.૫મી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં કુડાસણ ખાતે શહેરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા સવારે ૭થી ૮.૩૦ દરમ્યાન “હેપ્પી હેલ્ધી વેલ્ધી” નિઃશુલ્ક યોગ સેમિનારનો પ્રારંભ કરાયો છે. આ યોગ સેમિનાર કુડાસણમાં મારુતિ નેક્સા શોરૂમની બાજુમાં સનરાઈઝ આર્કેડમાં પહેલાં મળે સ્થિત મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો ખાતે યોજાઈ રહ્યો છે જે તા.૧૦મી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમાણિત યોગ ટ્રેનર યોગ-પ્રાણાયામ નિદર્શનની સેવા આપી રહ્યાં છે. આ યોગ સેમિનારમાં જોડાવા માટે મો. નં. ૭૮૦૨૦ ૧૯૫૭૧ ઉપર કોલ કરીને સંપર્ક સધી શકાશે. આ નિઃશુલ્ક યોગ સેમિનારનો કુડાસણ તેમજ આસપાસના વિસ્તારના સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકોએ લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.