ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં: 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન
ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. પોતાની માંગણીઓ સાથે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું હતું. સરકારે તેમને 12 ફેબ્રુઆરીએ ચંડીગઢમાં વાતચીત માટે આમંત્રણ આપ્યા બાદ આ ઘોષણા કરવામાં આવી છે. તમામ ખેડૂત સંગઠનોએ ભારત બંધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ખેડૂતોના આ બંધના એલાનને મજૂર સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે બંધ દરમિયાન તમામ હાઈવે 4 કલાક માટે બ્લોક કરવામાં આવશે. અગાઉ આ વિસ્તારમાં જાટને આકર્ષિત કરવા માટે ભાજપે ઘણા જાટ નેતાઓને ઉચ્ચ હોદ્દા પણ આપ્યા છે. તેમાં સાંસદ સંજીવ બાલિયાન અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ સામેલ છે. આ પ્રયાસમાં ભાજપે પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને વધુ એક પ્રયાસ કર્યો છે. આ પછી જયંત ચૌધરીએ ખુદ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.