રોજગાર મેળા હેઠળ પીએમ મોદી 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો આપશે
રોજગાર મેળા હેઠળ PM મોદી સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રો આપશે. આ જ કાર્યક્રમમાં પીએમ મોદી નવી દિલ્હીમાં નિર્માણ થનારા ‘કર્મયોગી ભવન’ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલમાં મિશન કર્મયોગી અંતર્ગત થનારા તમામ કાર્યોમાં સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવામાં આવશે. દેશભરમાં લગભગ 47 સ્થળોએ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વિભાગોમાં થઈ રહેલી ભરતીની સાથે, આ મિશન કર્મયોગીને રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. મિશન કર્મયોગી હેઠળ, નવનિયુક્ત યુવાનો કે જેમને નિમણૂક પત્રો સોંપવામાં આવનાર છે, તેમને રેલવે મંત્રાલય, મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને કેન્દ્ર સરકારના અન્ય ઘણા વિભાગોમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. . આ સાથે તેઓ આ નિમણૂક પત્ર મળ્યા બાદ સરકારી વિભાગોમાં યોગદાન આપશે.