ભારતમાં ટૂંક સમયમાં GPSના આધારે ટોલ ટેક્સ વસુલવામાં આવશે
ભારતમાં હા ઈવે પર ટોલ ભરતી વખતે હજુ પણ લાંબી લાઈનોમાંથી છુટકારો નથી મળ્યો. કેશની જગ્યાએ હવે વાહનો પર ફાસ્ટેગ ના સ્ટીકર આવી ગયા હોવા છતાં ટોલ નાકા પર પહેલાની જેમ જ ભીડ જાેવા મળે છે. જાેકે, સરકાર હવે આ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ભારતમાં ટૂંક સમયમાં જીપીએસના આધારે ટોલ ટેક્સ વસુલવામાં આવશે. એટલે કે જીપીએસ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે ટોલ ભરવો પડશે. આ સિસ્ટમ આગામી એપ્રિલ મહિનાથી જ લાગુ થવાની શક્યતા છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ય્ઁજી આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં નંબર પ્લેટને ઓટોમેટિક ઓળખી લેતી છદ્ગઁઇ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં સ્થિતિ એવી છે કે હાઈવે પર થોડા થોડા અંતરે ટોલ નાકા આવેલા છે અને તેમાંથી પસાર થતી વખતે વાહનચાલકોનો ઘણો સમય બગડે છે તથા મુસાફરીનો મૂડ ખરાબ થઈ જાય છે. હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ફાસ્ટેગ ઉપરાંત હવે ય્ઁજી આધારિ ટેક્સ કલેક્શન સિસ્ટમ આવી રહી છે. એપ્રિલ મહિનાથી જ નવી સિસ્ટમ લાગુ થવાની શક્યતા છે.
શરૂઆતમાં ય્ઁજી આધારિત સિસ્ટમ એક પાઈલટ પ્રોજેક્ટની જેમ હશે અને ફાસ્ટેગની સાથે કામ કરશે. તેનાથી દરેક ટોલ નાકા પર વાહનોની ભીડ ઘટશે તેવી આશા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની આવકમાં પણ મોટો વધારો થવાનો છે.
હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી વર્ષના ૪૦,૦૦૦ કરોડની કમાણી કરે છે.