S K પટેલ મેનેજમેન્ટ કોલેજ, ગાંધીનગર દ્વારા સિરાજ 2024નો પ્રારંભ
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન, એસ કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એ ગુજરાતની સૌપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એમબીએ અને એમસીએ કૉલેજ છે. ગાંધીનગર સ્થિત આ કૉલેજ ૧૯૯૮ થી કાર્યરત છે. દર વર્ષે યોજાતો સિરાજ ( એકેડેમીક અને કલ્ચરલ ઇવેન્ટ) એ ૨૦૦૩ થી કૉલેજ નો મુખ્ય કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાની કટિબધ્ધતા ને ધ્યાનમા રાખીને, આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
સિરાજ -૨૦૨૪ માં ૧૭ જેટલી વિવિધ ઇવેન્ટમાં, રાજ્યભર ની ૧૦૦ થી વધારે કૉલેજમાંથી ૩૩૩૫ થી વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમ (૧૨ થી ૧૪ ફેબ્રુઆરી ) ના ઉદ્ઘાટન માં લોકપ્રિય ગુજરાતી ફિલ્મ “કસુંબો” ચલચિત્ર ના અભિનેતા રોનક કામદાર, એમ મોનલ ગજ્જર,વિશાલ વૈશ્ય એ હાજરી આપી હતી અને તેઓ એ વિદ્યાર્થી ને મનોરંજન પૂરુંપાડ્યું હતું અને તેમને સફળ કારકિર્દી માટે ની શુભેછાઓ પાઠવી હતી. આર.ડી.બારહટ, જોઇન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ – ગુજરાત સરકાર, એ હાજરી આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૭ જેટલી વિવિધ સ્પર્ધા માં સ્ટાર્ટ-અપ કોમ્પિટિશન, બિઝનેસ અને કોમ્પ્યુટર ક્વિઝ, મલ્ટીમીડિયા એનિમેશન, સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ, સ્ટોક માર્કેટ ગેમ, એડવર્ટાઇઝિંગ ગેમ ઉપરાંત ટ્રેઝર હન્ટ, ફેશન શો, રીલ મેકિંગ, ટી-શર્ટ અને ફેસ પેઇન્ટિંગ, ડાન્સીન્ગ, અંતાક્ષરી જેવી મનોરંજક સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ માં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલે ફેકલ્ટી અને વિદ્યાર્થીને માર્ગદર્શન આપ્યું હતું અને સફળતા પૂર્વક કાર્યક્રમ યોજવા માટે બિરદાવ્યા હતા. ઉદ્ઘાટન ના સમાપન માં સંસ્થા ના ડીન – ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, ડોક્ટર ભાવિન પંડ્યા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે “નિષ્ફળતા ને સફળતા ના પગથિયાં તરીકે લો અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના સપના સાકાર કરો.”