ગુજરાતમાં બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 આરોપીઓના મોત
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 આરોપીઓના મોત થયાં છે, જેના માટે જવાબદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ, ફરજ પર મોકુફી સહિતની વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે, જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે. કસ્ટોડિયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોફુકી, રોકડ રકમ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડની શિક્ષા, ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.