દહેગામમાં નાયી સમાજના લગ્નોત્સવમાં ભારતીય ફોજમાં ફરજ બજાવતા જવાનનું સ્વાગત કરાયું
દહેગામ શહેર નજીક આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે લિબચ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ૨૮માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ૮ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટના લોકો તેમજ અન્ય આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય ફોજ સશસ્ત્ર સીમા બલમાં ફરજ બજાવતા માધવગઢ ગામના આકાશકુમાર શિવાભાઈ વાળંદનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમણે પણ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સમાજના જે વ્યક્તિઓ ઉચ્ચ સરકારી નોકરી પર છે તે તેમજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર સમજબંધુઓનું સમાજના અગ્રણી ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
દહેગામ – મોડાસા હાઇવે પર બાયડ ત્રણ રસ્તા નજીક આવેલ નીલકંઠ મહાદેવ ખાતે લીંબચ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ૮ જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વર-કન્યાઓને આશીર્વાદ આપવા માટે સમાજના આગેવાનો, આમંત્રિત મહેમાનો અને સમજબંધુઓ હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે સમાજના દાતાઓએ સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો હતો. સમગ્ર સમૂહ લગ્નોત્સવનું આયોજન લીંબય માતાજી મંદિરના પ્રમુખ, કમિટીના તમામ સભ્યો, સમાજબંધુઓ સહિતના સહકારથી કરવામાં આવ્યું હતું.