વડાપ્રધાન મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

