જાણો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.
-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્યે, પીએમ મોદી મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
-આ પછી પીએમ મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ 47,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સાંજે લગભગ 6 વાગ્યે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે. અહીંથી પીએમ મોદી બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ગિફ્ટ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.