ગુજરાત

ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી સંયુક્ત રીતે લડવા નિર્ણય

લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો નિર્ણય કર્ય છે. આજે બંને પક્ષે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને બંને પક્ષના ગઠબંધન અંગે જાહેરાત કરી છે.લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસના હાથમાં ઝાડુ લીધું છે. જી હાં, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની બે બેઠકો પર કૉંગ્રેસ હાથમાં ઝાડુ લઇને વિજયનો પથ પસસ્ત કરવા પ્રયાસ કરશે. આ ગઠબંધન મુજબ કોગ્રેસ લોકસભાની 24 બેઠક પર તેમના ઉમેદવાર ઉતારશે તો 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ભાવનગર અને ભરૂચ આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો અન્ય 24 પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતના ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ,ભાવનગર સિવાયની 24 બેઠક પર AAPનું સરેન્ડર થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x