આંતરરાષ્ટ્રીયવેપાર

ઈલોન મસ્કે Gmailનો વિકલ્પ તૈયાર કર્યો

ઈલોન મસ્ક ઘણા સમયથી ટેક દુનિયામાં થતી દરેક ઘટના પર પ્રતિક્રિયા આપે છે અને ઘણીવાર અન્ય ટેક કંપનીઓની મજાક ઉડાવીને મીમ્સ પણ શેર કરે છે. ત્યારે હવે ઈલોન મસ્ક ગૂગલ સાથે સીધી સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં Xmail લોન્ચ કરવા જઈ રહ્યા છે જે એક્સ (X)ની ઈ-મેલ સેવા હશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના માલિક ઈલોન મસ્કે સંકેત આપ્યા છે કે તેઓ ગૂગલના જી-મેઈલને ટક્કર આપવા માટે Xmail નામની નવી ઈમેલ સેવા ટૂંક સમયમાં જ લોન્ચ કરશે. આ અંગેની જાણકારી ખુદ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી છે. વાત એવી છે કે એક્સ (X)ના એક એન્જિનિયરે ઈલોન મસ્કને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે Xmail ક્યારે બનાવી રહ્યા છીએ. આના જવાબમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે ‘તે આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x