AI ટૂલ જેમિનીએ વડાપ્રધાન મોદીને ફાંસીવાદી ગણાવતા લોકોમાં રોષ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીએ પીએમ નરેન્દ્ર મોદી અંગે પૂછાયેલા સવાલનો જે જવાબ આપ્યો છે તેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. ગૂગના એઆઈ ટૂલ જેમિનીએ પીએમ મોદીને ‘ફાસીવાદી’ ગણાવ્યા છે. નેટિઝન્સ આ જવાબને પક્ષપાતી ગણાવી રહ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશખેરે તેને દેશના આઈટી કાયદાના ભંગ સમાન ગણાવ્યો છે.એક યુઝરે ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને સવાલ કર્યો હતો કે, શું મોદી ફાસીવાદી છે? તેના જવાબમાં જેમિનીએ જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે. તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકાતો રહ્યો છે, જેને કેટલાક નિષ્ણાતો ફાસીવાદી માને છે. આ આરોપ અનેક આધાર પર મૂકાયા છે, જેમાંથી એક ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ છે.