બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે જે.જે. પટેલની વરણી
વકીલોની શક્તિશાળી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભાની આજે બેઠક મળી હતી. જેમાં સિનિયર એડવોકેટ જે. જે. પટેલ સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. બાર કાઉન્સિલની સ્થાપના થયા પછી બીજી વખત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા હોય તેવા જે. જે. પટેલ એકમાત્ર એડવોકેટ છે. ચેરમેન પેટેલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વકીલો સાથે કરાતા ‘અપમાનજનક’ કિસ્સામાં સરકારમાં અસરકારક રજૂઆત કરાશે. આ અંગે જે.જે. પટેલે જણાવ્યું હતું કે, જનતાને નવા કાયદાઓ આપનારા પીએમ નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માનીએ છીએ. 24 કરોડ જેવી માતબર રકમ બીસીજીને આપવા બદલ વકીલો રાજ્યની સરકારનો આભાર માને છે. આગામી દિવસોમાં વકીલો માટે ભવન, એજ્યુ. એકેડમીનું નિર્માણ કરીશું.