વડાપ્રધાન મોદીએ દેશના સૌથી મોટા બ્રિજ સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ
સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. સ્થાનિકોએ વડાપ્રધાન મોદીનો આ સેવા બદલ આભાર માન્યો હતો. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લાંબો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર,. ઓખા સાઈ ડ એપ્રોચ બ્રિજની લંબાઈ 727 મીટર, બેટ સાઈડ બ્રિજની લંબાઈ 650 મીટર. આ બ્રિજ બનતા ઓખા તેમજ બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી બોટ દ્વારા ત્યાંનાં લોકો તેમજ યાત્રીકો દ્વારા અવર જવર થાય છે તેનાં બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે.