વડાપ્રધાન 41,000 કરોડથી વધુના 2 હજાર રેલ્વે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ધાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે, જેમાં અનેક રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેલ છે. વડાપ્રધાન વીડિયો કોન્ફ્રરન્સ મારફતે 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ બે હજાર રેલ્વે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. રિપોર્ટ મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 554 રેલવે સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે. સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. સ્ટેશનો પર મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. આમાં છત, પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, બાળકોના રમત ક્ષેત્ર, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.