ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઈતિહાસ વિભાગે અમદાવાદના ઈતિહાસ, કલા-સ્થાપત્ય વિષય પર કાર્યક્રમ યોજ્યો
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા અમદાવાદ સ્થાપના દિવસ નિમિતે અમદાવાદનો ઈતિહાસ, સ્થાપના, અમદાવાદના વિવિધ નામો, અમદાવાદના કલા સ્થાપત્યો, સંસ્કૃતિ, જોવાલાયક ઐતિહાસિક સ્થળો વગેરે મુદ્દાઓને આવરી લઇ ડો.કનૈયાલાલ નાયક, ડૉ.વિક્રમસિંહ અમરાવત, ડૉ.મોતીભાઈ દેવું એ વિસ્તૃત ચર્ચા કરી હતી. ડો.કનૈયાલાલ નાયકે અમદાવાદનો ઈતિહાસ અને પુરાતત્વ પર વાત કરી હતી. ડૉ.મોતીભાઈ દેવું એ અમદાવાદના વિવિધ નામો, ગુજરાતનું પાટનગર અમદાવાદ, સંસ્કૃતિ, જોવાલાયક સ્થળો વિષય પર ચર્ચા કરી હતી. ડૉ.વિક્રમસિંહ અમરાવતએ ભદ્ર વિસ્તારમાં આવેલા મંદિરોના ઈતિહાસ, કલા-સ્થાપત્ય વગેરે મુદ્દાઓને આવરી લઇ ચર્ચા કરી હતી.