રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીને લઈને આગામી ૩ મહિના “મન કી બાત”નો કાર્યક્રમ નહીં થાય

વડાપ્રધાન મોદીએ રવિવારે સામાન્ય જનતા સાથે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધ્યો છે . તેમના માસિક રેડિયો કાર્યક્રમનો આ ૧૧૦મો એપિસોડ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશ ૮ માર્ચે મહિલા સન્માન દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન તકો મળશે. કોઈએ વિચાર્યું હતુ કે આપણા દેશમાં ગામડાઓમાં રહેતી મહિલાઓ પણ ડ્રોન ઉડાવશે? પરંતુ આજે તે શક્ય બની રહ્યું છે. આજે દરેક ગામમાં ડ્રોન દીદીની ખૂબ ચર્ચા છે, નમો ડ્રોન દીદી દરેકના હોઠ પર છે. દરેક વ્યÂક્ત તેમના વિશે વાત કરે છે.આ એપિસોડમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે તે સાથે લોકસભા ચૂંટણીને લઈને આગામી ૩ મહિના મહિના મન કી બાત કાર્યક્રમ નહીં થાય તે અંગે જણાવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને ગયા વખતની જેમ માર્ચ મહિનામાં પણ આચારસંહિતા લાગુ થવાની સંભાવના છે. ‘મન કી બાત’ની આ એક મોટી સફળતા છે કે છેલ્લા ૧૧૦ એપિસોડમાં અમે તેને સરકારના પડછાયાથી દૂર રાખ્યો છે. ‘મન કી બાત’માં દેશની સામૂહિક શÂક્ત અને દેશની સિદ્ધિઓની વાત છે.
એક રીતે જાઈએ તો આ લોકો દ્વારા, લોકો માટે તૈયાર કરવામાં આવેલો કાર્યક્રમ છે, પરંતુ હજુ પણ રાજકીય સજાગતાને અનુસરીને, લોકસભા ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ આગામી ૩ મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે નહીં. હવે જ્યારે અમે તમારી સાથે ‘મન કી બાત’માં વાર્તાલાપ કરીશું, ત્યારે તે ‘મન કી બાત’નો ૧૧૧મો એપિસોડ હશે. જા આગલી વખતે ‘મન કી બાત’ શુભ અંક ૧૧૧ થી શરૂ થાય તો શું સારું રહેશે.પીએમ મોદીએ કહ્યું કે આજે દેશનો એવો કોઈ વિસ્તાર નથી જેમાં દેશની મહિલા શÂક્ત પાછળ રહી ગઈ હોય. અન્ય એક ક્ષેત્ર જ્યાં મહિલાઓએ તેમની નેતૃત્વ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે તે કુદરતી ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં છે. તેમણે કહ્યું કે ૩ માર્ચ એ ‘વિશ્વ વન્યજીવન દિવસ’ છે. આ દિવસ વન્ય પ્રાણીઓના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન્યજીવન દિવસની થીમમાં ડિજિટલ ઈનોવેશનને સર્વોપરી રાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારના પ્રયાસોને કારણે દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાલાહાંડી, ઓડિશામાં બકરી ઉછેર ગામડાના લોકોની આજીવિકા તેમજ તેમના જીવનધોરણને સુધારવાનું મુખ્ય માધ્યમ બની રહ્યું છે. આ પ્રયાસ પાછળ જયંતિ મહાપાત્રા જી અને તેમના પતિ બિરેન સાહુજીનો મોટો નિર્ણય છે. જયંતિ જી અને બિરેન જીએ પણ અહીં એક રસપ્રદ માણિકસ્તુ બકરી બેંક ખોલી છે. તેઓ સમુદાયના સ્તરે બકરી ઉછેરને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x