રાજકોટમાં ઓર્બિટ ગૃપ સહિત 15 ઠેકાણે IT વિભાગના દરોડા
રાજ્યમાં ફરી એકવાર આવકવેરા વિભાગ એક્શન મૉડમા આવ્યુ છે, આ વખતે આવકવેરા વિભાગે વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે, જેમાં ઓર્બિટ ગૃપ સહિત 15 ઠેકાણે દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ખાસ વાત છે કે, અચાનક દરોડાની કાર્યવાહીથી શહેરના મોટા મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. આજે ફરી એકવાર રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, દરોડાની કાર્યવાહીમાં આ વખતે રાજકોટમાં મોટા ગૃપ નિશાના પર છે. આજે આવકવેરા વિભાગ વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે, જેમાં ઓર્બિટ બેરિંગ ગૃપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળો પર અચાનક આઇટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઓર્બિટ ગૃપના દિલીપ લાડાણી સહિત અનેક મોટા માથા આઇટીની ઝપેટે ચડ્યા છે. રાજકોટ આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા આ અચાનક દરોડાની કાર્યવાહીથી શહેરના મોટા મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.