સરકારી યોજનાઓના કારણે દેશમાં ગરીબી દરમાં ઘટાડો નોંધાયો: રિપોર્ટ
SBI કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વેના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનું અંતર ઘટ્યું છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી 2022-23માં ઘટીને 7.2 ટકા થઈ ગઈ છે જે 2011-12માં 25.7 ટકા હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી ઘટીને 4.6 ટકા થઈ છે જે 2011-12માં 13.7 ટકા હતી. SBI અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટવાને કારણે દેશમાં ગરીબીનો દર 4.5 થી 5 ટકા પર આવી જવાની સંભાવના છે. SBIના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની જમીની સ્તર પર મોટી અસર પડી રહી છે. રિપોર્ટ અનુસાર ગ્રાહક ભાવ ફુગાવામાં નવા સ્થાનિક વપરાશ ખર્ચને સામેલ કરીને દેશની વાસ્તવિક જીડીપી નાણાકીય વર્ષ 2023-24માં 7.5 ટકાના સ્તરે રહી શકે છે.