લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા કડકડતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું
લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા કડકડતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદ સહિત 13 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ગયો છે. બે દિવસના માવઠા બાદ અચાનકથી ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 13 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે ગયો છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માર યથાવત છે. 7.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો 11.2 ડિગ્રી સાથે કેશોદ, 11.4 સાથે અમરેલી અને 11.5 ડિગ્રી મહુવા ઠંડીમાં ઠુંઠવાયું છે. રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન બે દિવસના માવઠા બાદ અચાનકથી ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 13 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે રહ્યો છે.