વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ અને આરોપીને ઝડપી લેતી LCB સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લા પોલીસ ગુનાઓ આચરનાર ઈસમોને ઝડપી પાડવામાં અગ્રેસર કામગીરી કરી રહી છે. થોડા દિવસ પહેલા વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મોબાઇલ ફોનની ચોરી થઈ હતી. જે મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. એક ઇસમને મોબાઇલ ફોન-1 કિ.રૂ.20,099ના મુદ્દામાલ સાથે ઝડપી રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.